ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.વાલિયા તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઝઘડિયામાં 2.5 ઇંચ, વાગરા અને ભરૂચમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે.અંકલેશ્વર, હાંસોટ અને નેત્રંગમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. જંબુસરમાં 1 મી.મી. અને આમોદમાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે.
વરસાદને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે.
