અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસમડીના મોરા ફળિયા નજીકના પદ્માવતી કોમ્પ્લેક્ષ પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 9 હજાર મળી કુલ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે જુગારી શની રામવિલાસ ચૌધરી, શ્યામલાલ રામવિલાસ ચૌધરી, સંજય વસાવા અને રૂદલ મીઠાઈલાલ બિંદ,કિસ્મત અલી કમરુદ્દીન રમાની તેમજ યશ સાંતવાન બાબુલને ઝડપી પાડ્યો હતો.