અજય દેવગનની ફિલ્મ “દ્રશ્યમ” અને “દ્રશ્યમ 2” ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે ત્રીજો ભાગ “દ્રશ્યમ: ધ કન્ક્લુઝન” આવી રહ્યો છે. ફિલ્મ ‘દ્રશ્યમ 3’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. જેનાથી આ ફિલ્મને પસંદ કરનારા ચાહકોમાં ઉત્સાહ વધુ વધ્યો છે. ટ્રેલરમાં શું ખાસ છે તે જાણો.

અજય દેવગન ફરી એકવાર વિજય સાલગાંવકરનું પાત્ર ભજવશે. આ પાત્ર શરૂઆતથી જ ફ્રેન્ચાઇઝના હિન્દી વર્ઝનનો મુખ્ય ભાગ રહ્યું છે. આ ફિલ્મ વિજય અને તેના પરિવારની આસપાસ ફરે છે, જે એક ગંભીર ગુનાહિત કેસમાં ફસાઈ જાય છે. વિજયના પોતાના પરિવારને બચાવવાના પ્રયાસો પાછલી બંને ફિલ્મોની વાર્તાનો મુખ્ય ભાગ રહ્યા છે.



“દ્રશ્યમ 3” નું ટ્રેલર ખૂબ જ ઈંટેંસ લાગે છે. આ વખતે તબ્બુ અજય અને તેના પરિવાર સામે બદલો લેવા માંગે છે ન્યાય નહીં. દરમિયાન, તબ્બુના નવો વકીલની એન્ટ્રી થશે  જે ભૂમિકા પ્રકાશ રાજ દ્વારા નિભાવવામાં આવી છે.  ફિલ્મના અંતિમ ભાગમાં જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક તરીકે જોવા મળશે.  જે અજયના પરિવારની ધરપકડ કરવા માટે ખૂબ જ પ્રયાસ કરે છે. 

જૂની સ્ટાર કાસ્ટમાં નવા પાત્રો જોડાશે 

  • “દ્રશ્યમ: ધ કન્ક્લુઝન” માં પાછલી ફિલ્મની મોટાભાગની સ્ટારકાસ્ટ ફરી એકવાર જોવા મળશે.
  • તબ્બુ તેની ભૂમિકા ફરીથી ભજવશે જ્યારે અજય દેવગણ મુખ્ય પાત્ર તરીકે પાછો ફરશે.
  • પ્રકાશ રાજ પણ આ વખતે કલાકારોનો ભાગ છે અને એવું માનવામાં આવે છે કે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
  • વધુમાં યા સરન અને રજત કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.
  • આ વખતે ફિલ્મમાં એક નવો અભિનેતા પણ છે.
  • “દ્રશ્યમ 3” માં જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અભિષેક પાઠક દ્વારા દિગ્દર્શિત 

આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે. કુમાર મંગત, સંજીવ જોશી અને આલોક જૈન નિર્માણનું કામ સંભાળી રહ્યા છે. ફિલ્મની ક્રિએટીવ ટીમમાં લેખક જયદીપ અહલાવત, સિનેમેટોગ્રાફર અજિત અંધારે અને નિર્માતા ઇશી દત્તા અને મૃણાલ જાધવનો સમાવેશ થાય છે.