ભાવનગર જિલ્લાના પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ (પોક્સો)ના ગુનામાં નાસતા ફરતા આરોપીને હાંસોટ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એ. વસાવાની સૂચના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર પી.કે. રાઠોડને મળેલી બાતમીના આધારે હાંસોટ પોલીસની ટીમે માંગરોળ ગામેથી નાસતા ફરતા આરોપી નવઘણ ઉર્ફે નિતેષ પ્રેમજીભાઈ ખસીયા,ઉંમર ૨૦ વર્ષને ઝડપી પાડ્યો હતો.પકડાયેલ આરોપી મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામના પ્લોટ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે અને તેનો વ્યવસાય હીરાકામનો છે. આરોપીને જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ ભાવનગર જિલ્લાના પોલીસને સોંપવામાં આવ્યો છે.
ભરૂચ: હાંસોટ પોલીસે ભાવનગરના પાલીતાણા રૂરલ પોલીસના પોકસોના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ
