• અંકલેશ્વરના દ્રશ્યો સામે આવ્યા

  • આઇકોનીક માર્ગ પર ડામર પીગળ્યો

  • 40 ડીગ્રી તપામાનમાં ડામર પીગળી ગયો

  • રોડના કામની ગુણવત્તા સામે સવાલ

  • રૂ.75 લાખનો કરાયો હતો ખર્ચ

અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા ₹75 લાખના ખર્ચે બનાવેલો આઇકોનીક રોડ ઉનાળાની ગરમી શરૂ થતાં જ ચીપકું રોડ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હાલમાં જ અંકલેશ્વર પાલિકા દ્વારા રૂપિયા 75 લાખ ઉપરાંતના ખર્ચે સ્ટેશન રોડથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનીક રોડનુ નિર્માણ કરાઈ રહ્યું હતું. શહેરની આગવી ઓળખ હેઠળ વિકસાવવામાં આવી રહેલા આ રોડના હાલ  40 ડીગ્રીએ તાપમાનનો પારો પોહચતા બેહાલ જોવા મળ્યા હતા.
ગરમીમાં 75 લાખના ખર્ચે બનેલા માર્ગ પરનો ડામર પીગળતા રસ્તા પરનો કચરો ચોંટી ગયો હતો. એટલું જ નહીં માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનોના ટાયરો પણ રસ્તા પરના પીગળેલા ડામર પર ચીપકી જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ગરમીમાં રોડ પરના પીગળતા ડામરને રક્ષણ આપવા જરૂરી કાર્યવાહી થાય તે ઇચ્છનીય બન્યું છે. પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થે અગાઉ કામગીરીના નિરીક્ષણ વેળા કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહિ કરાઈ નો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. જે આજે ગરમીમાં પીગળતા ડામર વચ્ચે સવાલોના ઘેરામાં જોવા મળ્યો હતો.