Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : JCI દ્વારા JN પીટીટ લાયબ્રેરી ખાતે સમર કેમ્પમાં કરાયું સેનેટરી નેપકીનનું વિતરણ

અંકલેશ્વર : JCI દ્વારા JN પીટીટ લાયબ્રેરી ખાતે સમર કેમ્પમાં કરાયું સેનેટરી નેપકીનનું વિતરણ
X

અંકલેશ્વર શહેરમાં આવેલ JN પીટીટ લાયબ્રેરી ખાતે તૃતીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરરોજ બાળકોને વિવિધ થીમ ઉપર એક્ટીવીટી કરાવવામાં આવે છે.

છેલ્લા બે વર્ષથી અંકલેશ્વર શહેરમાં આવેલ જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ તૃતીય સમર કેમ્પનું સોમવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જે.સી.આઈ.મહિલા પાંખના પ્રમુખ જાગૃતિબેન સાવલિયાના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કેમ્પમાં બાળકોને બાળવાર્તાઓ, અભિનય ગીત, કેલિગ્રાફી, યોગ પ્રશિક્ષણ સહિતની પ્રવૃતિઓ થકી બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તિઓ શીખવાડાવામાં આવી રહી છે.પાંચમી મેં સુધી ચાલનારા કેમ્પમાં જેસીઆઇ દ્વારા સેનેટરી નેપકીન વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જેસીઆઇ જાગૃતિ સાવલિયા દ્વારા જણાવાયું કે, જે.એન.પીટીટ લાઇબ્રેરી ખાતે ચાલી રહેલા સમર કેમ્પમાં બાળકોને જુદી જુદી પ્રવૃત્તિ દક્ષાબેન શાહ, શેરીનબેન ખુબજ મહેનતથી એકટીવીટી કરાવી રહ્યા છે. ત્યારે તેમને સરસ વિચાર આવ્યો કે દિકરીઓને સેનેટરી પેઇડ્સનો ઉપયોગ અને હેલથ અને હાઇઝીન ઉપર કેવી રીતે કરવો,આ નેચરલ પ્રોસેસ છે .જેમનામાં આના વિષે વધારે નોલેજ નથી તેમને જરૂરી માર્ગદર્શન આપવા જયાબેન મોદીના તબીબ ડૉ રેખાબેન પંચાલ દ્વારા પણ ગુડ ટચ અને બેડ ટચ વિષે બાલકોને રસપ્રદ માહિતી આપી હતી અને અંકલેશ્વર જે.સી.આઇ પરિવાર દ્વારા સેનેટરી નેપકીનું વિતરણ કરાયું છે.

Next Story