/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/26193655/maxresdefault-337.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4માં સ્થાનિક નગરસેવક અને પત્રકાર મિત્રો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક મુખ્ય માર્ગના ડિવાઇડર પર 400 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં અંકલેશ્વર શહેર પ્રદૂષણ માટે મોખરું સ્થાન ધરાવે છે. વાતાવરણને શુદ્ધ અને સમૃદ્ધ બનાવવા માટે વૃક્ષોનો ઉછેર અત્યંત જરૂરી બન્યો છે, ત્યારે અંકલેશ્વરના વોર્ડ નંબર 4ના સ્થાનિક નગરસેવક રફિક ઝઘડિયાવાલાએ પત્રકાર મિત્રોને સાથે રાખી શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક મુખ્ય માર્ગના ડિવાઇડરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વર વોર્ડ નંબર 4ના નગરસેવક રફિક ઝઘડિયાવાલા, વરિષ્ઠ પત્રકાર હરીશ જોશી સહિત અંકલેશ્વર પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના તમામ પત્રકારો તેમજ કોંગ્રેસના યુવા નેતા સોએબ ઝઘડિયાવાલાની ઉપસ્થિતીમાં લગભગ 400થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે આગામી દિવસોમાં વૃક્ષોના ઉછેર માટે અંકલેશ્વર નગરપાલિકા કેટલી સક્ષમ રહેશે, તે હવે જોવું રહ્યું.