• અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે સ્કૂલ

  • લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ

  • શાળા પરિવાર દ્વારા કરવામાં આવી ઉજવણી

  • ટ્રસ્ટીઓ અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

  • વર્ષ 2000માં સ્કૂલની થઈ હતી સ્થાપના

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાયન્સ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા શાળા પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં વર્ષ 2000માં લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરીયા દ્વારા લાયન્સ સ્કૂલ ઈંગ્લીશ મીડીયમની સ્થાપના કરવામાં આવી હતી.આ સ્કૂલની સ્થાપનાને આજરોજ 25 વર્ષ પૂર્ણ થતાં શાળા પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના જશુ ચૌધરી, દિપક રૂપારેલ ટ્રસ્ટના સેક્રેટરી કિશોર કાછડીયા,લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ રાજેશ દુધાત, વાઇસ ચેરમેન પંકજ અંતાલા સહિતના આગેવાનો તેમજ સભ્યો જોડાયા હતા.આ પ્રસંગે દીપ પ્રાગટ્ય તેમજ કેક કટીંગ કરી શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.