કોવિડ-19’ને કારણે વર્ષ 2020થી સ્થગિત ભારત અને ચીન વચ્ચેનો સરહદ વેપાર હવે પુનઃ શરૂ થવા જઈ રહ્યો છે.આગામી તા. 1 ઓગસ્ટ-2026’ના રોજ ભારત-ચીન સરહદી વેપારનો માર્ગ પુનઃ શરૂ થવા જઈ રહ્યો છે. કોવિડ-19 રોગચાળાને કારણે વર્ષ 2020’થી સ્થગિત ભારત અને ચીન વચ્ચેનો સરહદી વેપાર ફરી શરૂ થવાનો છે.
પૂર્વ સિક્કિમમાં નાથુલા પાસ દ્વારા હાથ ધરવામાં આવતા આ ઐતિહાસિક સરહદી વેપાર માટે ઔપચારિક પુનઃ પ્રારંભ થશે, ત્યારે ભારત અને ચીનના અધિકારીઓ ઉપરાંત, સિક્કિમ સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ સમારોહમાં હાજરી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ 5 વર્ષ પછી વેપાર ફરી શરૂ થવાથી સરહદી ક્ષેત્રમાં નોંધાયેલા વેપારીઓ, પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને સરહદી અર્થતંત્રને નોંધપાત્ર પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
