અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલના કંપાઉન્ડમાં બે યુવાનોનો દારૂ પીતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે

અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલના કંપાઉન્ડમાં બે યુવાનોનો દારૂ પીતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં જ દારૂની મહેફિલ બાબતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના શાસકો પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં દારૂની મહેફિલ એક શરમજનક બાબત છે
દારૂની મહેફિલના વાયરલ વિડીયો બાબતે શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબહેન મકવાણાનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે કમ્પાઉન્ડની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે,શાળા પાછળ સોસાયટી હોવાથી લોકોની અવર જવર માટે માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે.