/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/06174148/maxresdefault-75.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની નગરપાલિકા કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે રિનોવેશન કાર્ય પૂર્ણ થતાં પાલિકા પ્રમુખના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સન 1989માં અંકલેશ્વર નગર સેવાસદનની શરૂઆત થઇ હતી. જોકે 2 વર્ષ અગાઉ તમામ સભ્યોની અનુમતિથી 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 25 લાખ ફાળવી પાલિકા કચેરીના રિનોવેશન કાર્યને મંજૂરી મળી હતી, ત્યારે મંગળવારના રોજ પાલિકા કચેરીનું રિનોવેશન કાર્ય પૂર્ણ થતાં પાલિકા પ્રમુખ દક્ષા શાહના હસ્તે રીબીન કાપી કચેરીને ખુલ્લી મુકવામાં આવી હતી. જોકે આગામી દિવસોમાં રૂપિયા 15 લાખના ખર્ચે રિનોવેશન થનાર સ્ટોરના મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષા શાહ, નગરપાલિકા ચીફ ઓફિસર પ્રશાંત પરિખ, શાસક પક્ષના નેતા જનક શાહ સહિત નગરસેવકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.