New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/16151901/22_05_2018-22mrt1211_17985452_165327.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામમાં આવેલ સાવન ગ્રીન સિટીમાંથી બાઈકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામમાં આવેલ સાવન ગ્રીન સિટીમાં રહેતા વિક્રમસિંગ ખીવસિંગ નાથાવતે ગત તા. 14મી ઓકટોબરના રોજ પોતાના ઘર પાસે પોતાની બાઇક નં. GJ 16 DA 3027 પાર્ક કરી હતી. તે દરમ્યાન વાહન ચોરી કરતાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં તસ્કરોએ અંદાજે 55 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, ત્યારે બાઇક ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.