અંકલેશ્વર : ઓએનજીસી કોલોની ખાતે નવરાત્રી અને રાવણ દહન નહીં યોજાય

અંકલેશ્વર : ઓએનજીસી કોલોની ખાતે નવરાત્રી અને રાવણ દહન નહીં યોજાય
New Update

અંકલેશ્વર ઓએનજીસી દ્વારા દર વર્ષે રામલીલાની સાથે નવરાત્રી મહોત્સવનું ધૂમધામથી આયોજન કરવાની સાથે દશેરાના દિવસે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. હાલમાં કોરોના મહામારીના પગલે ઓએનજીસી કોલોની ખાતે રામલીલા તેમજ નવરાત્રી અને રાવણ દહનના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.

આજથી માઁ આદ્યશક્તિનો પર્વ એટલે નવરાત્રીનો પ્રારંભ થયો છે. દર વર્ષે ધામધૂમથી માઁ આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. અંકલેશ્વર ઓએનજીસી દ્વારા છેલ્લા 43 વર્ષથી કોલોની ખાતે રામલીલા તેમજ નવરાત્રી મહોત્સવની સાથે રાવણ દહનનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે. હાલમાં સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સરકારના આદેશ અને ગાઇડલાઇન મુજબ 44 માં નવરાત્રી મહોત્સવની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. તેમજ અંકલેશ્વર ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા 44 મી રામલીલાને પણ કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં એક માત્ર ઓએનજીસી કોલોની ખાતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના વિશાળ પૂતળાનું દહન કરવામાં આવે છે ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રામલીલા સમિતિ દ્વારા રાવણ દહન નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની ગાઇડલાઇન મુજબ માઁ આદ્યશક્તિની સ્થાપના કરી પૂજા અને આરતી કરી હતી અને વિશ્વ તેમજ દેશમાંથી કોરોનાની વેશ્વિક મહામારી દૂર થાય તેવી માતાજીને પ્રાથના કરી હતી.

#Ankleshwar News #Navratri #Connect Gujarat News #Ongc Garba #Ankleshwar ongc
Here are a few more articles:
Read the Next Article