અંકલેશ્વરના એ.આઈ.એ. કોમ્પ્લેક્ષ સ્થિત બેઇલ સેમીનાર હોલ ખાતે સજ્જન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સની નવી બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું

આજરોજ એ.ઈ.પી.એસ. દ્વારા એ.આઈ.એ. કોમ્પ્લેક્ષ સ્થિત બેઇલ સેમીનાર હોલ ખાતે સજ્જન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સની નવી બિલ્ડીંગનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના ઉપકુલપતિ કિશોરસિંહ ચાવડાના હસ્તે રીબીન કટિંગ અને તખ્તી અનાવર કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું આ લોકાર્પણના કાર્યક્રમમાં એ.આઈ.એના પ્રમુખ જશુ ચૌધરી,સજ્જન ઇન્ડિયા કંપનીના અનંથનારાયણન,અતુલ બુચ,દિનેશ પટેલ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.