અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલની બદલી કરવામાં આવી છે. તેમની ભરૂચ-પાલેજના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવતા અંકલેશ્વર ખાતે તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદાય સમારોહમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ચિંતન પટેલની કામગીરીને બિરદાવી તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.દરમિયાન અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટીના નવા ચીફ ઓફિસર તરીકે રાહુલ કુશવાહાએ ચાર્જ સંભાળ્યો છે. તેમનું પણ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા ચીફ ઓફિસર રાહુલ કુશવાહા સમક્ષ અંકલેશ્વર વિસ્તારના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને આગળ વધારવાની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે.
