અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત  કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ યુવા મોરચા દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત  કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે તારીખ 5 જુલાઈ 2026ના રોજ યોજાયેલી આ રક્તદાન શિબિરમાં અંકલેશ્વરના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવા કાર્યકરો અને નાગરિકોએ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાન જશુ ચૌધરી અને અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.