પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCની એશિયન પેઇન્ટ ચોકડીથી ઝઘડીયાના ગુમાનદેવ મંદિર સુધી વિવિધ સંગઠનો દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત શ્રી શ્યામ મિત્ર મંડળ, સૂર્યઉદય ફાઉન્ડેશન તેમજ સમસ્ત ટ્રાન્સપોર્ટર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે છેલ્લા 2 વર્ષથી પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ શનિવારે એશિયન પેઇન્ટ ચોકડીથી ઝઘડીયા સ્થિત ગુમાનદેવ હનુમાન મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે અને ઢોલ નગારાના તાલે આ પદયાત્રામાં 1 હજારથી વધુ પદયાત્રીઓ જોડાયા હતા, ત્યારે આ તમામ પદયાત્રીઓએ ઝઘડીયા સ્થિત ગુમાનદેવ હનુમાન મંદિરે પૂજન-અર્ચન, આરતી સહિત ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અંકલેશ્વર : શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા ગુમાનદેવ મંદિર સુધી પદયાત્રા યોજાય…
પદયાત્રીઓએ ઝઘડીયા સ્થિત ગુમાનદેવ હનુમાન મંદિરે પૂજન-અર્ચન, આરતી સહિત ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી
