ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકામાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાનાં શિક્ષકે અભ્યાસનાં ગૃપમાં અશ્લીલ ફોટો વાઇરલ કરતાં વિદ્યાર્થીઓએ અને વાલીઓમાં હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલાં વાલીઓ શાળા ખાતે પહોંચી ગયાં હતાં અને શિક્ષકને માર માર્યો હતો.
લોકડાઉનનાં સમય બાદ શાળાનો સંપૂર્ણ અભ્યાસક્રમ ઓનલાઇન પ્રક્રિયાથી ચાલતો હોય જેમાં વિવિધ વોટસએપ ગૃપ બનાવી હોમવર્ક આપવામાં આવતું હોય છે ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરમાં પદ્માવતી નગરમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાના રાકેશ ચોબે નામનાં શિક્ષકે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે બનાવવામાં આવેલા ગૃપમાં અશ્લીલ ફોટો મૂકતા વિવાદ થયો હતો. વાલીઓએ શાળા ખાતે પહોંચી ભારે હોબાળો મચાવી શિક્ષકને માર માર્યો હતો.
વાલીઓએ મચાવેલા હોબાળાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. ઘટનાની જાણ થતાં જીઆઇડીસી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને અભ્યાસક્રમનાં ગૃપમાં અશ્લીલ ફોટો શેર કરનાર શિક્ષકની અંકલેશ્વરની GIDC પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.