શાળાએ જતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને અગવડ નહિ પડે તે માટે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ૧૪મા નાણા પંચની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખના ખર્ચે ઓ.એન.જી.સી.બ્રીજ પાસે આદર્શ સોસાયટી અને કેશવ પાર્ક નજીક આમ બે સ્થળોએ પીકઅપ સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે જે પીકઅપ સ્ટેન્ડનું આજરોજ પાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ અને સ્થાનિક નગર સેવકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર: શહેર વિસ્તારમાં બે સ્થળોએ મુસાફરો માટે નિર્માણ પામશે પિકઅપ સ્ટેન્ડ, કામગીરીનો કરાયો પ્રારંભ
બે સ્થળોએ પીકઅપ સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે જે પીકઅપ સ્ટેન્ડનું આજરોજ પાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું
