અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક માર્ગ પસાર કરતાં મોપેડ ચાલકને કન્ટેનરે ટક્કર મારી પહોંચાડી ગંભીર ઇજા

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક માર્ગ પસાર કરતાં મોપેડ ચાલકને કન્ટેનરે ટક્કર મારી પહોંચાડી ગંભીર ઇજા
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના રાજપીપળા ચોકડી નજીક આવેલ વર્ષા હોટલ પાસે રોડ પસાર કરતાં કન્ટેનરના ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ-સુરત તરફના નેશનલ હાઇવે નંબર. 48 પર અંકલેશ્વર શહેરના રાજપીપળા ચોકડી નજીક બ્રિજ પૂર્ણ થતાં સ્થળે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલકને હાઇવે પરથી પસાર થતાં કન્ટેનર ચાલકે અડફેટે લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એક્ટિવા ચાલક અંદાડા ગામ તરફથી આવી રહ્યો હતો.

જે રાજપીપળા ચોકડી નજીકનો ઓવર બ્રિજ પૂરો થાય છે, ત્યાં રોડ પસાર કરવા જતાં કન્ટેનર ચાલકે અડફેટમાં લીધો હતો. જોકે હોટલ વર્ષા નજીક સર્જાયેલા અકસ્માતમાં મોપેડ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતના પગલે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે અકસ્માત થતાં હાઇવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

#road accident #Ankleshwar News #Bharuch-Ankleshwar #Rajpipla Chokdi
Here are a few more articles:
Read the Next Article