ગ્રામ્ય પોલીસે જીતાલી ગામે ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે જીતાલી નવી નગરીમાં ખાડી કિનારે આમલીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમી આધારે રેઇડ કરી હુસેન ઇબ્રાહીમ બાંગી ઉ.વ.૪૭ ધંધો. મજુરી રહે.દઢાલ ખાડી ફળીયું તા.અંકલેશ્વરની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 2 આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.11,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
