ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની સાક્ષી એન્ટરપ્રાઇઝ દ્વારા જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને સેવા કાર્ય અર્થે ઇકો કાર અર્પણ કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી રજનીશસિંગ દ્વારા જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ સેવા કાર્યોથી પ્રેરાઈને અંકલેશ્વર જીઆઈડીસીની સાક્ષી એન્ટરપ્રાઇઝ કંપની આગળ આવી છે. સાક્ષી એન્ટરપ્રાઇઝ દ્વારા સેવા કાર્યથી જોડાયેલા સામાજિક આગેવાનને ઇકો કાર અર્પણ કરવામાં આવી હતી. આ કાર અર્પણ કરનાર કંપનીના સંચાલકોએ જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.