/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/9b1c06b9-6318-4702-b8f5-1425c866a43a.jpg)
નદીમાં પાણી ઓછું હોવાની અને વિસર્જન રૂટ અંગે ચર્ચા હાથ ધરાઇ
અંકલેશ્વર નગર પાલિકા ખાતે ગણેશ ચતુર્થી તેમજ મોહરમના તહેવારને ધ્યાને રાખી શાંતિસમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં અંકલેશ્વરના એસ.ડી.એમ રમેશ ભાગોરા , ડી.વાય.એસ.પી. એલ.એ.ઝાલા, મામલતદાર એસ. એસ વાઘ, અંકલેશ્વર શહેર પીઆઇ જે.જી.અમીન, તેમજ શાંતિ સમિતિના સભ્યો તથા અંકલેશ્વર શહેરના આગેવાનો હાજર રહયા.
એસ.ડી.એમ ભાગોરે દ્વારા બંન્ને તહેવારો શાંતિમય તેમજ હર્ષોઉલ્લાસથી ઉજવાય તેવી તમામને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ બેઠકમાં ડી.વાય.એસ.પી.ઝાલાએ શાંતિ સમિતિના સભ્યો તથા આગેવાનોને બંન્ને તહેવારો શાંતિમય રીતે ઉજવાય એવી શુભેચ્છા પાઠવવા સાથે તહેવારોમાં સુરક્ષાને લઈ પોલીસ સ્ટાફના મોબાઈલ નંબર લેવા માટે જણાવ્યું હતું તેમજ ગણપતિ વિસર્જનના રૂટ વિશેની ચર્ચા પણ કરવામાં આવી હતી.
આ બન્ને તહેવારોને લઈ નર્મદા નદીમાં ગોલ્ડન બ્રિજ ખાતે પાણી ઓછું હોવાને લઈને વિસર્જન કેવી રીતે કરાશેની ચર્ચા કરવામાં આવી સાથે દિવા રોડ પરના સરફુદ્દીને નદીનો પ્રવાહ સારો હોવાથી એ સ્થળ વિશે પણ વિસર્જન કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.