/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/26162755/maxresdefault-326.jpg)
અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની અને રાષ્ટ્રીય રાજકારણમાં એકકો જમાવનારા રાજયસભાના સાંસદ અહમદ પટેલે બુધવારે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધાં હતાં. ગુરૂવારે તેમના વતન પિરામણ ગામે યોજાયેલી દફનવિધિમાં ભુલકાંઓથી માંડી વયસ્કો પણ જોડાયાં હતાં.
રાજયસભાના સ્વ.સાંસદ અહમદ પટેલનું હુલામણું નામ બાબુભાઇ હતું. તેમના વતન પિરામણ ગામના લોકો તેમને બાબુભાઇના હુલામણા નામથી બોલાવતાં હતાં. હવે તેઓ સદેહ આપણી વચ્ચે નથી રહયાં પણ તેમના કર્મો સુવાસ હજી લોકોના દીલોમાં ફેલાયેલી છે. ગુરૂવારે તેમની દફનવિધિ દરમિયાન જનાજામાં ભુલકાંઓની પણ હાજરી જોવા મળી હતી. પિરામણમાં જન્મેલા અહમદ પટેલ પિરામણ ગામમાં જ દફન થયાં છે. જનાઝાની નમાઝ પહેલા કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં આ બાળકોએ કહ્યું હતું. અહેમદ પટેલના જનાઝામાં આવ્યા છે. તેમને અહી બાબુભાઈના હુલામણા નામથી ઓળખવામાં આવે છે.