અંકલેશ્વર: NH 48 પર આવેલ સ્ક્રેપ માર્કેટમાં તસ્કરો ત્રાટકયા, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ
અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે માર્કેટમાં ત્રાટકી સ્ક્રેપ સામાનની ચોરી કરી હતી. તસ્કરો દ્વારા માર્કેટમાંથી ડ્રમ સહિતના સ્ક્રેપ સામાનની ચોરી કરવામાં આવી હતી. ભરૂચ | સમાચાર
અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે માર્કેટમાં ત્રાટકી સ્ક્રેપ સામાનની ચોરી કરી હતી. તસ્કરો દ્વારા માર્કેટમાંથી ડ્રમ સહિતના સ્ક્રેપ સામાનની ચોરી કરવામાં આવી હતી. સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે રિક્ષામાં આવેલા બે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપે છે. તેઓ સ્ક્રેપ સામાન ઝડપથી રિક્ષામાં મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
