અંકલેશ્વર: કારના બોનેટમાંથી સાપ નિકળ્યો, જીવદયા પ્રેમીઓએ સતર્કતાથી પકડી પાડ્યો
અંકલેશ્વર: કારના બોનેટમાંથી સાપ નિકળ્યો, જીવદયા પ્રેમીઓએ સતર્કતાથી પકડી પાડ્યો #Ankleshwar #Car #Snake #Rescue #CGNews
Posted by Connect Gujarat on Saturday, October 12, 2024
અંકલેશ્વર: કારના બોનેટમાંથી સાપ નિકળ્યો, જીવદયા પ્રેમીઓએ સતર્કતાથી પકડી પાડ્યો
અંકલેશ્વરની અક્ષર બંગલોઝ સોસાયટીમાં પાર્ક કરેલ કારમાં સાપ ઘૂસી ગયો હતો.આ અંગેની જાણ કાર માલિકને થતા તેઓએ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી ભરૂચ | ગુજરાત | સમાચાર |
અંકલેશ્વરમાં કારના બોનેટમાંથી સાપ નીકળવાની ઘટના સામે આવી છે. કાર માલિકે જીવ દયા પ્રેમીઓને આ અંગેની જાણ કરતા તેઓએ સાપને પકડી પાડ્યો હતો અંકલેશ્વરમાં કારના બોનેટમાં સાપ ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે.
અંકલેશ્વરની અક્ષર બંગલોઝ સોસાયટીમાં પાર્ક કરેલ કાર નંબર GJ 16 BG 4504 માં સાપ ઘૂસી ગયો હતો.આ અંગેની જાણ કાર માલિકને થતા તેઓએ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. બે જીવદયા પ્રેમીઓએ તરત જ દોડી આવી બોનેટમાંથી સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને તેને પકડી પાડ્યો હતો. જીવદયા પ્રેમીઓ દ્વારા સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો છે.
આ અગાઉ અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ રુદ્રાક્ષ સોસાયટીના એક મકાનમાં ઘર બહાર મુકેલા બુટમાંથી સાપ નિકળ્યો હોવાની પણ ઘટના બની હતી.ચોમાસામાં દરોમાં પાણી ભરાઇ જવાના લીધે સરીસૃપો માનવ વસતી સુધી આવી ગયાં છે. ચોમાસામાં જયાંને ત્યાં સર્પો જોવા મળતાં હોય છે.
