અંકલેશ્વર : તાઉતે વાવાઝોડાના સમયે મહેકી માનવતાની મહેક, શ્રમિકોને વિનામુલ્યે અપાયું ભોજન

New Update
અંકલેશ્વર : તાઉતે વાવાઝોડાના સમયે મહેકી માનવતાની મહેક, શ્રમિકોને વિનામુલ્યે અપાયું ભોજન

અરબી સમુદ્રમાં ઉદભવેલા તાઉતે વાવાઝોડાની અસર ભરૂચ જીલ્લામાં પણ જોવા મળી હતી. અંકલેશ્વરમાંથી વાવાઝોડાના ભયે અન્ય સ્થળોએ જઇ રહેલા શ્રમજીવીઓ માટે કોંગ્રેસ સેવાદળના આગેવાનો તથા તેમની ટીમે ભોજનની સુવિધા પુરી પાડી હતી.

એશિયાની સૌથી મોટી ઔધ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વરમાં દેશના દરેક રાજ્ય અને જીલ્લામાંથી શ્રમિકો રોજગારી માટે સ્થાયી થયા છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં કેટલાક શ્રમિકો કાચા ઝૂપડા બાંધીને વસવાટ કરે છે. અરબી સમુદ્રમાં ઉદભવેલા તાઉતે વાવાઝોડા દરમ્યાન અંકલેશ્વરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાના કારણે ઝૂપડાઓ તૂટી જવાની દહેસતથી 100 જેટલા શ્રમિકો અન્ય સ્થળોએ જવા રવાના થઈ રહ્યા હતા.

આ ઘટનાની જાણ કોંગ્રેસ સેવાદળના અગ્રણી અને કોવિડ હેલ્પ ગ્રૂપનું સંચાલન કરતાં જયદીપસિંહ ચૌહાણ તથા તેમની ટીમને થતાં સ્થળ ઉપર પહોચ્યા હતા. કોંગી અગ્રણી સંદીપસિંહ માંગરોલાને ઘટનાથી માહિતગાર કરવામાં આવતા તેમણે શ્રમિકો માટે સર્વોદય વિદ્યાલયમાં રોકાણની વ્યવસ્થા કરી હતી. આ શ્રમિકોને વિનામુલ્યે ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ચિંતન પંડ્યા, અલ્પેશ પટેલ અને રોહન પટેલ સહિતના યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Latest Stories