-
અંકલેશ્વરના ભાદી-ખરોડ ગામે જોડતા માર્ગ પર આવેલું નાળુ
-
નાળુ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં
-
સ્થાનિકો જીવના જોખમે પસાર થવા માટે મજબુર
-
ચોમાસા પૂર્વે નાળાના સમારકામની માંગ
-
નાળુ તૂટી પડે એવી ગ્રામજનોને ભીતિ
અંકલેશ્વર: ભાદી-ખરોડ ગામે જોડતા માર્ગ પર આવેલું નાળુ જર્જરિત હાલતમાં,લોકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર
અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો જીવન જોખમે પસાર થવા મજબુર બન્યા છે. ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો જીવન જોખમે પસાર થવા મજબુર બન્યા છે.
અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડ ગામ વચ્ચે ખાડી ઉપર નાળું આવેલ છે.જે નાળા ઉપર આજરોજ તિરાડ પડતા ગ્રામજનોએ કાંટા મૂકી માર્ગ બંધ કર્યો હતો પરંતુ ગામમાં જવા માટે એક માર્ગ હોઈ ગ્રામજનો અને શાળાએ જતા બાળકો મજબુરીમાં જર્જરિત નાળા ઉપરથી પસાર થતા નજરે પાડ્યા હતા.છેલ્લા ઘણા વર્ષો જુનું આ નાળા અચાનક જર્જરિત બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ત્યારે ગામના આગેવાનોએ ભાદી-ખરોડ થઇ હાઇવેને જોડતા આ માર્ગ ઉપરથી નોકરિયાત વર્ગ,વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે અવર જવરને મુખ્ય માર્ગ હોઈ વહેલી તકે તેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.તો અન્ય રાહદારીએ હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે.તંત્ર ચોમાસા પહેલા આ નાળું બનાવી આપે તો લોકોને રાહત થશે બાકી તો ગ્રામજનોએ ચોમાસાની સિઝનમાં પોતાના ઘરે જ બેસી રહેવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
