અંકલેશ્વર : ચોરી કર્યા બાદ ફરી તસ્કર તે એપાર્ટમેન્ટમાં ગયો, જુઓ પછી શું થયું

અંકલેશ્વર : ચોરી કર્યા બાદ ફરી તસ્કર તે એપાર્ટમેન્ટમાં ગયો, જુઓ પછી શું થયું
New Update

અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે આવેલી હારમોની હાઇટમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. મકાન માલિકે તસ્કરને ઝડપીને પોલીસના હવાલે કરતાં તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે….

અંકલેશ્વર ગડખોલ પાટીયા વિસ્તારમાં આવેલાં હારમોની હાઈટસના મકાન નંબર ૨૦૪ માં રહેતા ફારુક ઇસ્માઇલ પટેલ તારીખ 4 ઓક્ટોબરના રોજ ભરૂચ ખાતે રહેતાં તેમના સાળાના ઘરે ગયા હતાં. દરમિયાન તેમના બંધ મકાનમાંથી ચોરી થવાની ઘટના બની હતી. તસ્કકરો 18 હજાર રૂપિયાની રોકડ રકમ લઇ ફરાર થઇ ગયાં હતાં. મકાન માલિકે સીસીટીવી ફુટેજ તપાસતાં તેમાં એક ઇસમ બારીમાંથી ઘરમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. ઘટનાના બે દિવસ બાદ સીસીટીવીમાં ફરી એજ તસ્કર નજરે પડતાં મકાન માલિકે તેને ઝડપી પાડયો હતો. ઝડપાયેલાં વ્યક્તિએ ચોરીની કબુલાત કરી હતી. વ્યક્તિ રાજકોટનો રહેવાસી હર્ષદ તન્ના હોવાની વિગતો સપાટી પર આવી છે. તસ્કરને પોલીસના હવાલે કરવામાં આવતાં તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

#Robbery #Ankleshwar News
Here are a few more articles:
Read the Next Article