New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/28152409/maxresdefault-107-310.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ ઝાયડસ કેડિલા હેલ્થકેર કંપનીમાં રિએકટરમાં પાવડર નાખતી વખતે ભડકો થતા ત્રણ જેટલા કર્મચારીઓ દાઝી જતા સારવાર અર્થે ભરૂચ ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની ઝાયડસ કેડિલા હેલ્થકેર કંપનીના પ્લાન્ટમાં રાસાયણીક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમ્યાન રિએકટર માં પાવડર નાખતી વખતે અચાનક આગ નો ભડકો થતા ત્યાં કામ કરી રહેલાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
રીએક્ટર પર કામ કરી રહેલા અમૃત ગુમાન પટેલ, કનુ પરમાર અને દેવેન્દ્ર બારીયા દાઝી ગયા હતાં. આ ઘટના ની જાણ કંપનીના અધિકારીઓને થતા તેઓ દોડી આવ્યાં હતાં. ત્રણેય કમર્ચારીઓ ને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે.
Latest Stories