અંકલેશ્વર: જળ સેવા એજ પ્રભુ સેવા સુત્રને સાર્થક કરતા નયનાબહેન

અંકલેશ્વર: જળ સેવા એજ પ્રભુ સેવા સુત્રને સાર્થક કરતા નયનાબહેન
New Update

અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના પ્લેફોર્મ નંબર-૧ પર છેલ્લા બે મહિનાથી મુસાફરો દ્વારા તરસ્યાને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વર શહેરમાં રહેતા નયનાબહેન ઘણા વર્ષોથી અંકલેશ્વરથી ભરૂચ ખાતે ટ્રેનમાં અપડાઉન કરે છે. જેઓએ છેલ્લા બે મહિનાથી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોને ટ્રેનમાં અને પ્લેટફોર્મ ઉપર પાણીની વ્યવસ્થા મળી રહે તે માટે ઠંડા પાણીના કુલર મુક્યા છે.

નયનાબહેને કોઇ તરસ્યું ના રહે તે માટે પોતે પ્લેટફોર્મ ઉપર ઉભેલી ટ્રેનની દરેક બારી ઉપર જઈ મુસાફરી કરતા મુસાફરોને તેમના પાણીના બોટલો ભરી આપી તેમની તરસ છીપાવાનું કાર્ય આરંભ્યું છે. જેમાં તેમની સાથે યુવાનો અને વયોવૃદ્ધ તેમજ કોલેજના વિધાર્થીઓ પણ જોડાયા છે. તેમની મદદ વડે નિસ્વાર્થભાવે અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના પ્લેફોર્મ નંબર-૧ ઉપર તેઓ આ જળ સેવા આપી રહ્યા છે. તેઓની આ સેવાકીય પ્રવૃત્તિથી મુસાફરોએ પણ ખુશી વ્યક્ત કરી તરસ્યાની તરસ છીપાવવા બદલ નયનાબહેન તેમજ તેમની સાથે જોડાયેલ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

#સ્ત્રી
Here are a few more articles:
Read the Next Article