અરવલ્લી જિલ્લાના મોડાસા મોડાસા શહેરની કે.એન.શાહ શાળામાં અચાનક સાયરન વાગતા જ દોડધામ મચી ગઈ હતી. અંતે મોકડ્રીલ હોવાનું સામે આવતા સૌકોઈએ રાહત અનુભવી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં અચાનક સાયરન વાગવાના અવાજ સાથે જ દોડધામ મચી ગઈ હતી. મોડાસાની કે.એન.શાહ શાળામાં મચેલી દોડધામનું કારણ મોકડ્રીલ હોવાનું સામે આવતા સૌકોઈને રાહત થઈ હતી. ભૂકંપ સમયે ઉભી થતી પરિસ્થિતીનું સર્જન કરી શાળાના વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવા હેતુ વડોદરા NDRF અને મોડાસા ફાયર વિભાગની ટીમ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આકસ્મિક સંજોગોમાં ધ્યાન રાખવાની બાબતનું માર્ગદર્શન કરાયું હતું. આ મોકડ્રીલ દરમ્યાન મોડાસા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિત તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.