ફિલિપાઇન્સમાં મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ છે. એએફપીએ જણાવ્યું છે કે દક્ષિણ ફિલિપાઇન્સમાં ઉતરતી વખતે એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ઓછામાં ઓછા 85 લોકો સવાર હતા. સળગતા વિમાનના ભંગાણમાંથી 40 લોકોને બચાવવામાં આવ્યા છે. બચાવ કામગીરી હજી ચાલુ છે.
સી-130 વિમાન સુલુ પ્રાંતના જોલો આઇલેન્ડ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ સમયે વિમાન ક્રેશ થયું હતું. ફિલિપાઇન્સના સૈન્ય પ્રમુખે કહ્યું: “વિમાનના ભંગાણમાંથી ઓછામાં ઓછા 40 લોકોને બચાવવામાં આવ્યા છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે વધુ જીવન બચાવી શકીએ.”

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170