Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારો માટે મોડાસાના યુવકે બનાવી ખાસ એપ્લિકેશન

અરવલ્લી : સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારો માટે મોડાસાના યુવકે બનાવી ખાસ એપ્લિકેશન
X

અરવલ્લી જિલ્લાના યુવાને પ્રથમ એવી એપ બનાવી છે જેના થકી કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉમેદવારો માટે આશિર્વાદ સાબિત થઇ શકશે.

મોડાસાની તત્વ કોલેજના સિવિલ એન્જિનિયરના વિદ્યાર્થીએ ટેકનોલોજી ક્ષેત્રે મહેનત કરીને સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે એપ્લિકેશન તૈયાર કરી છે. એસ.એસ.આઈ.પી એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટ એપ ઇનોવેશન પોલિસીની મદદથી વિદ્યાર્થીએ એપ્લિકેશન તૈયાર કરી છે. જેનાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યુવાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ મળવા જઇ રહ્યું છે.

આ એપ્લિકેશનમાં સ્કીલ બેઝ ડેવલપમેન્ટ તેમજ જીપીએસસી સહિત કોઇપણ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે એક જ પ્લેટફોર્મ આ એપ દ્વારા તૈયાર કરાયું છે. મયંક પંચાલે એપને એવી રીતે તૈયાર કરી છે કે, જેનાથી તમામ જે કોર્સ છે એક જ એપ થકી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારોને લાભ થઇ શકશે. આ એપમાં દરેક ટેસ્ટ માઇનસ સિસ્ટમ અને સમય મર્યાદામાંની અંદર આપવાનો હોય છે, જેમાં એમને ઓલ ગુજરાત રેંક પણ દરેક ટેસ્ટમાં મળે છે. જેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી

Next Story