/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/4-2.jpg)
ઉનાળામાં લોકોને તેમજ પશુપક્ષીઓને પાણીની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. જળ એ જ જીવન છે ત્યારે માણસો તો ક્યાંકને ક્યાંકથી પાણીની સગવડ કરી લેતા હોય છે પરંતુ પશુપક્ષીઓ માટે પાણી ન મળવાની ઘટના પ્રાણઘાતક સાબિત થતી હોય છે.
ત્યારે પશુપક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા માટે જીવદયાપ્રેમીઓ પીછેહઠ કરતા નથી, આવું જ એક પૂણ્યકાર્ય બાયડના ધારાસભ્યએ કર્યું છે. બાયડ પંથકના લોકોના જણાવ્યા મુજબ હર હંમેશ સામાજિક અને સેવાભાવિ કાર્યમાં અગ્રેસર રહેતા બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા કાળ ઝાળ ગરમીમાં પક્ષીઓને પીવા માટેના અંદાજીત 5000 જેટલા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. પોતાના મતવિસ્તારના ગામોમાં ધવલસિંહ ઝાલાએ પાંચ હજાર જેટલા પાણીના કુંડાની વહેંચણી કરી છે. કુંડાઓનું વિતરણ કરાતાં બાયડ પંથકના લોકોએ પોતાના ઘર આગળ પાણીના કુંડા બાંધીને પક્ષીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરી હતી. બાયડ ધારાસભ્યએ કરેલ આ ઉમદા કાર્ય માટે જીવદયાપ્રેમીઓએ તેઓને બિરદાવ્યા હતા.