અરવલ્લી : મોડાસામાં ખુલ્લી ગટરમાં બાઇક ચાલક પટકાયો, જુઓ ઘટનાના “LIVE” દ્રશ્યો..!

અરવલ્લી : મોડાસામાં ખુલ્લી ગટરમાં બાઇક ચાલક પટકાયો, જુઓ ઘટનાના “LIVE” દ્રશ્યો..!
New Update

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વિકાસલક્ષી કામગીરી વચ્ચે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક બાઇક ચાલક રસ્તા પરથી પસાર થતી વેળા ખુલ્લી ગટરમાં ભટકાય છે. જોકે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાઇરલ થતાં નગરપાલિકાના અધિકારીઓ સામાન્ય ઘટના સમજી પોતાની કામગીરીથી અડગા રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં મોડાસા નગરપાલિકા દ્વારા ઠેર ઠેર વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વિકાસ અંધાધૂંધ કરાઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ વચ્ચે સામાન્ય દેખાતી ગટર વ્યવસ્થા પણ શહેરીજનો માટે મુસીબતનું કારણ બની ગઇ છે. શહેરના ભાવસારવાડા ખાડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તાની બરાબર વચ્ચે ગટરનું ઢાંકણ તૂટી જતાં ગટર ખુલ્લી અવસ્થામાં આવી ગઈ છે.

પાલિકાને જાણ કરાતા ગટરનું ઢાંકણ સમારકામ કરવા માટે લઈ જવામાં આવ્યું છે, ત્યારે ખુલ્લી ગટર હોવાથી એક બાઇક ચાલક તેમાં ધડાકાભેર પટકાયો હતો. જેના કારણે બાઈક ચાલકને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જોકે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઈ છે, ત્યારે નાની અમથી સમસ્યાના નિરાકરણ માટે પાલિકા સાવ નિરસ બની હોય તેવું લાગી રહ્યું છે. પાલિકાની આવી બેદરકારીથી કોઇ વ્યક્તિનો જીવ પણ જઇ શકે છે, ત્યારે હવે નગરપાલિકા દ્વારા વહેલી તકે અહીની ખુલ્લી ગટરોનું સમારકામ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

#Modasa #arvalli nagar palika #Arvalli News #CCTV #Live Visuals #Connect Gujarat News #Arvalli
Here are a few more articles:
Read the Next Article