/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-11.jpg)
દીકરી પિતા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવતી હોય તેવા
ઘણા જ દાખલા સાંભળવામાં આવ્યા હશે. પરંતુ પિતા દીકરી માટે કિડની આપે તે કદાચ જ
સાંભળવામાં આવ્યું હોઇ શકે. આવું જ કંઇક બનવા જઇ રહ્યું છે, અરવલ્લી જિલ્લાના ટિંટિસર ગામે.
પરિવારમાં પિતાને જો કોઇ સૌથી વ્હાલું હોય તો, તે હોય છે દીકરી. પણ દીકરી જ્યારે કોઇ તકલીફ આવે
ત્યારે પિતા તેની પડખે ઉભો રહીને તેને પ્રોત્સાહિત કરે છે. બસ આવું જ કંઇક બન્યું
છે, અરવલ્લી
જિલ્લાના મોડાસા તાલુકાના નાનકડા ગામ ટિંટિસર ગામામાં. ચાર દીકરીઓના પિતાના હસતાં
પરિવારમાં અચાનક એવી આફત આવી ગઇ કે, જેમાંથી
બહાર આવવું કદાચ અશક્ય હતું, પણ
પિતાની હિંમત અને પરિવારનો સાથ આજે દીકરીના જીવનની નવી રાહ બનશે. ખેતી કરીને જીવન
નિર્વાહ કરતાં 50 વર્ષીય
કાંતિ પટેલે તેમની દીકરી સેજલને કિડની આપવાનો મક્કમ નિર્ણય કર્યો છે.
25 વર્ષીય
સેજલ પટેલ છેલ્લા બે વર્ષથી કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા છે. લગ્ન
બાદ પ્રસૂતિ સમયે સેજલને અચાનક પગમાં સોજા આવતા ડોક્ટરે ડાયાલિસિસ માટે સલાહ આપી
હતી, અને જો
તે શક્ય ન હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જણાવ્યુ હતું. પરિવારજનો તેમજ પતિને
આ અંગે જાણકારી ઓછી હોવાને કારણે તેમણે ડાયાલિસિસ શરૂ કરાવ્યું પણ આગળ કોઇ જ નિર્ણય ન લીધો, પણ જ્યારે વડીલઓએ ડોક્ટર સાથે સલાહ લેતા તેમને કિડની
ટ્રાન્સપ્લાન્ટ કરવવાની સલાહ આપી હતી. આ માટે પણ કિડની મેચ થવું તે પણ એક મોટી સમસ્યા હતી.
પણ કહેવાય છે કે, ભગવાન
બધા જ રસ્તા બંધ કરે છે, પણ કોઇ
એક રસ્તો ચોક્કસ ખોલી દે છે, આવું જ બન્યું અને પિતાની કિડની મેચ થઇ ગઇ. હવે
પિતાની કિડની દીકરી માટે નવું જીવન લાવશે.