/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/4-3.jpg)
માલપુર તાલુકાના નાથાવાસ ગામે વર્ષોથી ખરાબાની જમીન પર વસવાટ કરતા ૧૦૦ જેટલા લોકોને ગામના જ કેટલાક લોકો જમીન ખાલી કરવા માટે દબાણ કરી રહ્યા છે. ગત રાત્રે કેટલાક શખ્સો દ્વારા આ તમામ પરિવારો પર હુમલો કરતા અને તેની સામે પોલિસે કોઇ જ કાર્યવાહી ન કરતા તમામ લોકો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગણી કરી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/05/vlcsnap-2019-05-30-13h01m43s143-1024x576.png)
ગ્રામજનોનું કહેવું છે કે, તેઓ તેમના વડવાઓ અંદાજે દોઢસો વર્ષથી ત્યાં વસાવટ કરે છે અને તમામ પરિવારો મજૂરી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. પણ કેટલાક માથાભારે શખ્સો દ્વારા તેમની જમીન ખાલી કરાવવા માટે ત્યાં વસતા ગરીબ લોકોને હેરાન કરતા હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો.
આવેદન પત્ર આપવા આવેલા ગ્રામજનો પર ગત મોડી સાંજે માથાભારે શખ્સોએ હુમલો કર્યો હોવાનું પણ તેમણે કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું હતું.સાથે તેમના દ્વારા ઘટનાની પોલિસને જાણ કરવા છતાં પોલિસ મોડી પહોંચી અને કોઇ જ કાર્યવાહી ન કરી હોવાનું પણ સ્થાનિક લોકોએ આવેદનપત્રમાં રજૂઆત કરી હતી.ગામના કેટલાક શખ્સો તેમના પર ધાક-ધમકીઓ આપીને જગ્યા ખાલી કરાવવા માટે તેમના પરિવારને હેરાન કરી રહ્યા છે, માટે તેમને રક્ષણ આપવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને ન્યાયની માંગ કરી છે.