અરવલ્લી: મોડાસાની કેદારનાથ સોસાયટી સહિતના વિસ્તારમાં પાલિકાએ ફેરવ્યું બુલડોઝર

New Update
અરવલ્લી: મોડાસાની કેદારનાથ સોસાયટી સહિતના વિસ્તારમાં પાલિકાએ ફેરવ્યું બુલડોઝર

અરવલ્લી જિલ્લાના મોડાસામાં નગર પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં ડીપી રોડ પરનું દબાણ દૂર કરાવામાં આવ્યું હતું. શહેરની કેદારનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં લોકોએ ડીપી રોડ સુધી બાંધકામ કરીને દબાણ કર્યું હતું, જેના પર પાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું. ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

મોડાસા નગર પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં પાકા બાંધકામની દિવાલો તોડી પડાઈ હતી. આ સાથે જ રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ દુકાનોને નોટિસ પણ ફટકારાઈ હતી. રહેણાંક વિસ્તારમાં ચાલતી પાંચ કોમર્શિયલ દુકાનોને નગર પાલિકાના અધિકારીઓએ નોટિસ ફટકારી સીલ કરી દીધી છે. આ સાથે જ મોડાસાના કેટલાય રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ દુકાનો ચાલતી હોવાની લોક મુખે ચર્ચા થયેલી સાંભળવા મળી હતી. જેના પર ક્યારે કાર્યવાહી કરાશે તે એક પ્રશ્ન છે. જો કે પાલિકા દ્વારા હાલ શરૂઆત કરવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે. દબાણ દૂર કરવાની કાર્યવાહી સમયે પરિસ્થિતિ વણસે નહિં તે હેતુથી પીએસઆઈ સહિત પોલિસ કોન્સ્ટેબલનો કાફલો ખડકી દેવાયો હતો.

Latest Stories