/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/26150815/maxresdefault-107-273.jpg)
રાજ્ય સરકાર દ્વારા સોમવારના રોજથી મગફળીની ખરીદી માટેના શ્રીગણેશ કરવામાં આવ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માર્કેટ યાર્ડ કરતા વધુ ખુલ્લા બજારમાં ખેડૂતોને ટેકાના ભાવ મળી રહ્યા છે. જેના કારણે મોડાસામાં માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે એકપણ ખેડૂત જોવા મળ્યો ન હતો.
આ છે અરવલ્લી જિલ્લાના મોડાસાનું નવું માર્કેટ યાર્ડ, કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની તૈયારીઓ કરવામાં આવી છે. જોકે પ્રથમ દિવસે જ મોડાસા માર્કેટ યાર્ડમાં એકપણ ખેડૂત મગફળી લઇને પહોંચ્યો ન હતો. જોકે રાજ્ય સરકારે ટેકાના ભાવે 1055 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે, પરંતુ મોડાસા માર્કેટ યાર્ડની બહાર ખેડૂતોને 1100 રૂપિયા કરતા વધુ ભાવ મળી રહ્યો છે, જેને લઇને ખેડૂતો ખુલ્લા બજારમાં પોતાની મગફળી વેચી રહ્યા છે. ખેડૂતોને ખુલ્લા બજારમાં સારો ભાવ મળતા ટેકાના ભાવે મગફળીના વેચાણમાં ખેડૂતોમાં મોડાસા માર્કેટ યાર્ડ પ્રત્યે ઉદાસીનતા જોવા મળી હતી.