અરવલ્લી : 7 વીઘા ખેતરમાં પશુઓએ માણ્યો તરબૂચનો મીઠો સ્વાદ, જાણો શું છે કારણ..!

New Update
અરવલ્લી : 7 વીઘા ખેતરમાં પશુઓએ માણ્યો તરબૂચનો મીઠો સ્વાદ, જાણો શું છે કારણ..!

રાજ્યભરમાં લોકડાઉનથી જ ખેડૂતોને મોટા પાયે નુકશાની વેઠવાનો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામના ખેડૂતોએ સારા ઉત્પાદન સાથે સારૂ વળતર મળે તે હેતુથી તરબૂચનું વાવેતર કર્યું હતું. જોકે, હવે ખેડૂતોએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે. જેમાં ખેડૂતોએ 7 વીઘામાં વાવેલા તરબૂચ પશુઓને ખવડાવી દીધા છે.

અરવલ્લી સહિતના આસપાસના વિસ્તારમાંથી ખેડૂતો તરબૂચ ઉત્તર ભારતમાં મોકલતા હોય છે. પરંતુ દિલ્હીમાં કોરોનાના કહેરના કારણે તેઓના તરબૂચ પહોંચતા નથી. એટલું જ નહીં ખાસ કરીને લગ્ન સિઝનમાં તરબૂચ વધારે વપરાતા હોય છે. તો સાથે જ દિલ્હીમાં લગ્ન સિઝનમાં માત્ર 50 લોકોને મંજૂરી આપવામાં આવી છે, જેની સીધી અસર તરબૂચ પકવતા ખેડૂતો પર જોવા મળી છે. નજીવા ભાવે તરબૂચ વેંચાતા હોવાથી મોડાસા પંથકના ખેડૂતો તરબૂચનો બધો જ પાક આસપાસના 100થી વધારે પશુઓને ખવડાવી દીધો છે. જેમાં ખેડૂતોને મોટાપાયે નુકશાની વેઠવાનો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.

Latest Stories