નવા સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજાર માંથી મળેલા નબળા સંકેતોને પગલે ઘરેલુ શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો. પ્રમુખ સૂચકઆંક લાલ નિશાન સાથે ખુલ્યા હતા તો ટ્રેડિંગ સેશનમાં શરૂઆતમાં 30 અંક વાળો સેન્સેક્સ અને 50 અંક વાળો નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ શરૂઆતમાં 285 અંક તૂટીને 59,361.08 ના સ્તરે ખુલ્યો.પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સ 30માંથી 20 શેર ઘટાડા સાથે જોવા મળ્યા. સૌથી વધુ અઢી ટકાથી પણ વધારે ઘટાડો કોટક મહિન્દ્રાના શેરમાં જોવા મળ્યો. જ્યારે ડો.રેડ્ડીના શેર 0.70 ટકા ચડીને ટ્રેડિંગમાં સામેલ હતા. પણ સવારે 9.25 વાગે સેન્સેક્સ 390.86 પોઇન્ટ ઘટીને 59255.29ના સ્તરે છે જ્યારે નિફ્ટી 118.30 ગગડીને 17640.20 પોઈન્ટના સ્તરે છે.
નિફ્ટીમાં હાલ જે શેરમાં તેજી જોવા મળી રહી છે તેમાં અદાણી પોર્ટ્સ, એચયુએલ, પાવર ગ્રિડ કોર્પો, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, ડો.રેડ્ડીઝ લેબ શેર છે જ્યારે સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, એચયુએલ, ડો.રેડ્ડીઝ લેબ, આઈટીસી, એનટીપીસી શેર ટોપ ગેઈનર્સમાં જોવા મળી રહ્યા છે. ગત અઠવાડિયાના છેલ્લા દિવસે શુક્રવારે બજારમાં વેચાવલી હાવી રહી હતી બજારમાં 8 દિવસથી જે તેજી હતી તેના પર બ્રેક લાગી ગઈ. દિગ્ગજ શેરોમાં વેચાવલી જોવા મળી. સવારે ખુશનુમા માહોલ બાદ અચાનક બજારમાં કડાકો જોવા મળ્યો
