બનાસકાંઠા: સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ !

New Update
બનાસકાંઠા: સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ !

શામળાજી મંદિરના ઐતિહાસિક નિર્ણય બાદ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ ન કરવાની વિનંતી કરતાં બોર્ડ લગાવામાં આવ્યા છે.


તાજેતરમાં શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદીરમાં દર્શને આવતાં દર્શનાર્થીઓ પર રોક લગાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે ત્યારે હવે અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરી દર્શને આવનાર લોકોને મંદિરમાં પ્રવેશ ના કરવા વિનંતી કરતા બોર્ડ લગાવી દેવાયા છે. ભારતએ સંસ્કૃતિ સભર દેશ છે ત્યારે લોકો પોતાની હિન્દૂ સંસ્કૃતિ ભૂલી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરી દર્શને આવે છે. જોકે અંબાજી મંદિરના ગેટ પર ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં દર્શને ના આવવાની વિનંતી સાથે  હિન્દૂ સંસ્કૃતિને શોભે  તેવા વસ્ત્રો પહેરી મંદિરમાં દર્શન માટે  પ્રવેશ કરવાના બોર્ડ લગાવ્યા છે.

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આજે 5 જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું

હવામાન વિભાગે 17 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આજે 5 જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને

New Update
varsad

હવામાન વિભાગે 17 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આજે 5 જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે.

14 જુલાઇએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને 15 જુલાઇથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.  છેલ્લા 24 કલાકમાં 86 તાલુકામાં મધ્યમ  વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 14થી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 14થી 17 જુલાઇ સુધી ગુજરાતમાં સારો સાર્વત્રિક વરસાદ વરસી શકે  છે. સૌરાષ્ટ્રમાં  14 જુલાઇથી જ તેની અસર શરૂ થઇ જશે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઇથી  દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ,  જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે  વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 14થી 17ના વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે. અહીં નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.  પર્વ ગુજરાત પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. 14 જુલાઇથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. જેમાં અમદાવાદ, ગાંઘીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, અરવલ્લી, ખેડા, આણંદમાં ભારે વરસાદ થવાની શકયતા છે. કચ્છમાં 15 જુલાઇથી ફરી વરસાદનું જોર વધશે.  ખાસ કરીને 14 અને 15 જુલાઇ ભારે સાર્વેત્રિક વરસાદનું અનુમાન છે.