શામળાજી મંદિરના ઐતિહાસિક નિર્ણય બાદ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ ન કરવાની વિનંતી કરતાં બોર્ડ લગાવામાં આવ્યા છે.
તાજેતરમાં શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદીરમાં દર્શને આવતાં દર્શનાર્થીઓ પર રોક લગાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે ત્યારે હવે અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરી દર્શને આવનાર લોકોને મંદિરમાં પ્રવેશ ના કરવા વિનંતી કરતા બોર્ડ લગાવી દેવાયા છે. ભારતએ સંસ્કૃતિ સભર દેશ છે ત્યારે લોકો પોતાની હિન્દૂ સંસ્કૃતિ ભૂલી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરી દર્શને આવે છે. જોકે અંબાજી મંદિરના ગેટ પર ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં દર્શને ના આવવાની વિનંતી સાથે હિન્દૂ સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરી મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરવાના બોર્ડ લગાવ્યા છે.
બનાસકાંઠા: સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ !
New Update