/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/12145330/gggg.jpg)
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં તાલુકા
આરોગ્ય અધિકારીની મીઠી નજર હેઠળ ધાનેરા તાલુકાના કેટલાક ગામડાઓમાં ઊંટવૈદો મેડિકલ વેસ્ટને જાહેરમાં
ફેંકતા પશુઓ મેડિકલ વેસ્ટ આરોગી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા
જિલ્લામાં આરોગ્ય અધિકારીની કામગીરી લોકો વખાણી રહ્યા છે. પરંતુ ધાનેરા તાલુકા
આરોગ્ય અધિકારીની કામગીરી ધાનેરા વિસ્તારના લોકોમાં શંકા સેવી રહી છે. ધાનેરા
તાલુકાના કેટલાક ગામડાઓમ ઊંટવૈદો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. છતાં પણ
સ્થાનિક આરોગ્ય તંત્ર આવા લોકો સામે કોઈ જ કાર્યવાહી ન કરતા ધાનેરાના લોકોમાં અનેક
સવાલો ઉઠી રહ્યા છે. ધાનેરા તાલુકાના એક ગામે ક્લિનિક ખોલવામાં આવતા તેના તબીબ
ધ્વરા મેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકી દેતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. તો બીજી
તરફ ડીસામાં મેડિકલ વેસ્ટ આરોગતા ગાયનું પણ મોત નીપજ્યું હતું. તબીબ દ્વારા મેડિકલ
વેસ્ટને જાહેરમાં ફેંકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉપરાંત દવાખાનાની બાજુમાં
જ શાળા પણ આવેલી છે, જેથી અહીં મેડિકલ વેસ્ટ બાળકોના હાથ આવે
અને કોઈ નુકશાન થાય તે પહેલા જિલ્લા આરોગ્ય અધિકારી આ જગ્યાની રૂબરૂ મુલાકાત લઇ
કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.