બનાસકાંઠા : ભાગળ ગામે અજાણ્યા ઈસમો તળાવમાં કેમિકલ ઠાલવી માછલીનો શિકાર કરતાંહોવાનું ગ્રામજનોમાં અનુમાન

New Update
બનાસકાંઠા : ભાગળ ગામે અજાણ્યા ઈસમો તળાવમાં કેમિકલ ઠાલવી માછલીનો શિકાર કરતાંહોવાનું ગ્રામજનોમાં અનુમાન

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે કોઈક અજાણ્યા ઈસમો દ્વારા તળાવમાં કેમિકલ ઠલવાતા માછલીઓના મોત થયા હોવાના અનુમાન સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ગત રવિવારના રોજ પાલનપુર નજીક આવેલ ભાગળ ગામે તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા હતા. જોકે કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા તળાવમાં કેમિકલયુક્ત પાણી કે અન્ય કોઈ પદાર્થ ઠલવાતા માછલીઓના મોત થયા હોવાનું સ્થાનિકોએ અનુમાન લગાવ્યું હતું.

પાલનપુર વિસ્તારમાં થોડા સમય અગાઉ ગોબરી તળાવ બાદ હવે ભાગળ ગામના તળાવમાં પણ અસંખ્ય માછલીઓના મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે કેમિકલ દ્વારા માછલીઓનો શિકાર કરી બજારમાં વેચવાનું રેકેટ ચાલતું હોવાનું સ્થાનિકોએ અનુમાન લગાડ્યું છે, ત્યારે કેમિકલયુક્ત મૃત માછલીઓ બજારમાં વેચાતી હોય તો લોકોના આરોગ્ય પર મોટો ખતરો મંડરાવાની ઘણી શક્યતાઓ રહેલી છે, ત્યારે હવે સમગ્ર મામલે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ સાથે માછલીઓને મારવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Latest Stories