/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/01155107/fgfg.jpg)
પુરાતત્વ વિભાગે હાથ ધરી વધુ તપાસ
જામનગર
જિલ્લાના ભાણવડમાં આવેલી જુમ્મા મસ્જિદ નજીક ખોદકામ દરમિયાન એક ગુપ્ત
ભોયરૂ મળી આવ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ભોયરૂ 400થી વધારે વર્ષ જુનુ હોય શકે છે. હાલ તો
પુરાતત્વ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર
જીલ્લાના ભાણવડમાં ગુપ્ત ભોયરૂ મળી આવ્યું છે. નગરપાલિકાએ નવો રસ્તો બનાવવા માટે
ખોદકામ શરૂ કર્યું હતું. જુમ્મા મસ્જિદ વિસ્તારમાં પાલિકા ખોદકામ કરી
રહી હતી તે વેળા અચાનક એક ભોયરૂ દેખાયું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી
પડયાં હતાં અને કોઇ કે આખી ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો જે હાલ સોશિયલ મીડીયામાં
વાઇરલ થઇ રહયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ ભોયરૂ 400થી વધારે વર્ષ જુનુ છે. સ્થાનિક લોકોએ
ઘટના અંગે કલેકટર તથા પુરાતત્વ વિભાગના અધિકારીઓને વાકેફ કરતાં ટીમ સ્થળ પર દોડી
આવી હતી. હાલના તબકકે ભોયરાને રક્ષિત કરી તેના અસ્તિત્વ અંગે વધુ તપાસ હાથ ધરવામાં
આવી છે.