કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી લાંબા સમય બાદ કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થયા છે. ત્યારે તેઓએ પેટાચૂંટણીને લઇને કોંગ્રેસને જીતાડવા મતદાતાઓને અપીલ કરી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી જેઓ રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે લાંબા સમય બાદ તેઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. ત્યારે તેઓએ હાલમાં યોજોનારી રાજ્યની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા મતદાતાઓને અપીલ કરી છે. ભરતસિંહ સોલંકીએ કોરોનાની સારવાર બાદ પ્રથવાર વીડિયોના માધ્યમથી પેટાચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા અપીલ કરી છે. આમ ઘણા લાંબા સમય બાદ ભરતસિંહ ફરી રાજકીય માહોલ તરફ જોવા મળી રહ્યાં છે.
ભરતસિંહ સોલંકીએ વીડિયોમાં કહ્યું કે કોરોનાના કારણે હાલની પેટાચૂંટણીને લઇને લોકો વચ્ચે જઇ શકાયું નથી. તમારા પ્રેમ-આશીર્વાદથી ભગવાને પુર્નજન્મ આપ્યો છે. 2017માં કોંગ્રેસની ટિકિટ પર તમે આ લોકોને ચૂંટયા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં અંગત સ્વાર્થ માટે દગો કર્યો છે. ત્યારે હવે પેટાચૂંટણીમાં વિશ્વાસઘાતીઓને જડબાતોડ જવાબ આપો તેમ તેમણે જણાવ્યું છે.