ભરૂચ : ઓક્સિજનની અછત નિવારવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા

New Update
ભરૂચ : ઓક્સિજનની અછત નિવારવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરાયા

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની વર્ષ 2020-21ની ગ્રાન્ટમાંથી રોટરી વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચને 10 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જનતાની સેવા માટે અર્પણ કરવામાં આવ્યા છે.

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે અનેક સ્થળોએ નામી અનામી સેવાભાવી સંસ્થા તેમજ સેવાભાવી લોકો દ્વારા કોરોના સંક્રમિતોને મદદરૂપ થઈ માનવતાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે હમેશા લોકો માટે અને લોકોની સેવામાં આગળ રહેતા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા પણ સેવાકાર્ય કરવામાં આવ્યું છે.

પોતાની વર્ષ 2020-21ની ગ્રાન્ટમાંથી રોટરી વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચને 10 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા છે, ત્યારે આગામી દિવસોમાં ભરૂચ શહેર તથા આસપાસની જનતાને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની વિનામુલ્યે સેવા આપવામાં આવશે. આ ઉમદા અને સરાહનીય કાર્ય કરવા બદલ ભરૂચ શહેરની જનતાએ ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ રોટરી વેલ્ફેર ટ્રસ્ટનો આભાર માન્યો છે.

Read the Next Article

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર, દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આપી ચેતવણી

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં

New Update
yellq

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.                                                                                 

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે (5 જુલાઈ)  છૂટછવાયો  વરસાદ પડી શકે છે. IMD અનુસાર, લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.  રાજસ્થાન ગુજરાત સહિત  ઉત્તરાખંડમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય છે. રુદ્રપ્રયાગ અને બાગેશ્વરમાં ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. બાગેશ્વરમાં બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભૂસ્ખલન અને નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કેદારનાથ યાત્રા પણ હાલ માટે બંધ કરવામાં આવી છે.                   

યુપી અને બિહારમાં હળવાથી મધ્યમ વરસાદ

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ અને તેરાઈ પ્રદેશોમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે પશ્ચિમી જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે. બિહારના ઘણા શહેરોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં સતત મુશળધાર વરસાદ

રાજસ્થાનના કોટા, અજમેર અને પોખરણમાં 128  મીમી સુધી વરસાદ નોંધાયો છે. ઘણા બંધના દરવાજા ખોલવા પડ્યા છે. જોધપુર અને અજમેરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

Latest Stories