ભરૂચ : વાગરાના મુલેર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 2 બોગસ તબીબ ઝડપાયા

New Update
ભરૂચ : વાગરાના મુલેર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 2 બોગસ તબીબ ઝડપાયા

હાલ કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં હવે બોગસ તબીબોનો પણ રાફડો ફાટ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 2 બોગસ તબીબો પોલીસના હાથે ઝડપાયા છે. બન્ને બોગસ તબીબ પાસેથી પોલીસે દવાઓ બી.પી. માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ સહિતનો સામાન જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, વાગરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મુલેર ગામે બોગસ તબીબ દવાખાનું ચલાવી રહ્યો છે, ત્યારે પોલીસે બાતમીના આધારે મુલેર ચોકરી પાસે સ્થળ પર જઈ તપાસ કરતા સૂરજ સમીર બીશ્વાસ અને પરેશ મનહરલાલ કંસારા કે, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. જેઓ ગામમાં જ દવાખાનું ચલાવતા હોવાનું માલુમ પડ્યું હતું, ત્યારે પોલીસે આ ઇસમોને ચોક્કસ ડિગ્રી તેમજ મેડિકલ ડિગ્રીના પ્રમાણપત્ર બાબતે પૂછતા યોગ્ય જવાબ મળ્યો ન હતો. એ સિવાય મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની બીજી કોઇપણ ડિગ્રી મળી ન હતી. જેથી બોગસ તબીબ હોવાનું જણાઈ આવતા પોલીસે પંચનામું કરી એલોપથી દવાઓ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી ધરપકડ કરી હતી. વાગરા પોલીસે મુલેર ગામે દવાખાનું ચલાવતા ઝડપાયેલા 2 બોગસ તબીબ સૂરજ સમીર બીશ્વાસ અને પરેશ મનહરલાલ કંસારા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે અન્ય સ્થળોએ પણ બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા છે કે, કેમ તે બાબતે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories